દિવાળીને દિવસે રામ લંકા વિજય બાદ અયોધ્યા આવ્યા હતા, અને માટે અયોધ્યાને રોશનીથી શણગારી, દિવળાથી પ્રજ્વલીત કરી રામનું સ્વાગત કરવામાં આવ્યું હતું તે સર્વ વિદીત છે. પરંતુ, જો આ જ મહત્વ હોય દિવાળીનાં તહેવારનાં દિવસોનું તો દિવાળીમાં રામની પૂજા અર્ચના કેમ કરવામાં નથી આવતી અને આપણે હિન્દુ સનાતનમાં દિવાળી તહેવારમાં માતા લક્ષ્મી, પ્રથમ પૂજનીય ગણેશ અને ધનનાં દેવતા કુબેર અને ધનવંતરીની પૂજાનો વિશેષ મહિમા છે. રામનો ઉત્સવીય ઉલ્લેખ દિવાળીનાં તહેવારી દિવસોમાં કેમ વિશેષ દેખાતો નથી?
કેમ છે ને ખરેખર લોજીકલ પ્રશ્ન ?... અત્યારનો યુગ યુવાનો અને ખાસ કરીને જેન – ઝી એટલે કે જનરેશન Z નો છે, માટે તમામ બાબતો પછી તે રીવાજ હોય, ધર્મ હોય કે તહેવરા, સ્ષષ્ટ પણ સમજાય તેવા લોજીક્સ અને યથાર્થ પુરાવા સાથે સમજાવા પડે...
રોશની અને પ્રકાશનો પર્વ દિપાવલી ચાલી રહ્યો છે ત્યારે આપણે જો ઉપરોક્ત સંદર્ભમાં દિપાવલી એટલે કે દિવાળીની વાત કરીએ તો દિવાળીમાં લક્ષ્મી, ગણેશ અને કુબેર સહિત આયુર્વેદનાં દાતા ભગવાન ધનવંતરીની પૂજા આર્ચના કરવામાં આવે છે તેનું પૈરાણી કારણ છે, હા રામ પણ લંકા વિજય પછી અયોધ્યા આજ દિવસે આવ્યા હતા પણ તે ત્રેતા યુગની વાત છે. લક્ષ્મી, ગણેશ અને કુબેર સહિત આયુર્વેદનાં દાતા ભગવાન ધનવંતરીની પૂજા અર્ચનાની કથા સતયુગ સાથે જોડાયેલી છે. આપણને યાદ છે કે એક વખત દેવો અને દૈત્યોએ સમુદ્ધનું મંથન કર્યું હતું. યાદ છે ? બસ આ આજ દિવસો છે કાર્તિક માસનાં અંતિમ દિવસો, જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું. વિદિત છે કે સમુદ્ર મંથનમાંથી 14 વસ્તુઓ - રત્નો બહાર આવ્યા હતા. પૌરાણિક કથાઓ અનુસાર, સમુદ્ર મંથન કાર્તિકી પૂર્ણિમા (અથવા દિવાળી/ધ્વંસ-તેરસથી પૂર્ણિમાના સમયગાળા દરમિયાન થયું હોવાનું માનવામાં આવે છે, અને આ મંથન દરમિયાન ક્રમશઃ ૧૪ રત્નો નીકળ્યા હતા તે છે...
૧. હળાહળ / કાલકૂટ વિષ (જે ભગવાન શિવજીએ ગળામાં ધારણ કર્યું હતું)
૨. કામધેનુ ગાય (દિવ્ય ઈચ્છાપૂર્ણ કરનાર ગાય)
૩. ઉચ્ચૈશ્રવા ઘોડો (દિવ્ય અશ્વ)
૪. ઐરાવત હાથી (ઇન્દ્રદેવનું વાહન, સફેદ હાથી)
૫. કૌસ્તુભ મણિ (ભગવાન વિષ્ણુએ ધારણ કરેલો દિવ્ય મણિ)
૬. કલ્પવૃક્ષ (મનોવાંછિત ફળ આપનાર વૃક્ષ)
૭. રંભા અપ્સરા (સ્વર્ગીય અપ્સરા)
૮. દેવી લક્ષ્મી (ધન અને સમૃદ્ધિની દેવી, જેમણે ભગવાન વિષ્ણુને વર્યા)
૯. વારુણી દેવી (મદિરા કે નશાની દેવી, જે દૈત્યોએ સ્વીકારી)
૧૦. ચંદ્ર (શીતળતા અને શાંતિના પ્રતીક, જે શિવજીએ મસ્તક પર ધારણ કર્યા)
૧૧. પારિજાત વૃક્ષ (દિવ્ય સુગંધિત ફૂલોવાળું સ્વર્ગીય વૃક્ષ)
૧२. પાંચજન્ય શંખ (વિજય અને શુભ નાદનું પ્રતીક)
૧૩. ધન્વન્તરી વૈદ્ય (આયુર્વેદના પ્રણેતા, જેઓ હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા)
૧૪. અમૃત કળશ (અમૃતથી ભરેલો કળશ, જેના માટે દેવો અને દૈત્યો વચ્ચે યુદ્ધ થયું હતું)
બસ આ જ છે આયુર્વેદનાં ભગવાન ધનવંતરીની અને લક્ષ્મીજીની ઉત્પતીનો સમય ગાળો, કુબેરને પણ લક્ષ્મી એટલે કે સંપત્તીનાં ભંડારો આજ દિવસોમાં સોંપવામાં આવ્યા અને આજ દિવસોમાં ધનનાં દેવ બન્યા હતા કુબરં. પણ પ્રશ્નએ થાય કે લક્ષ્મીજીની સાથે સાથે ગણપતીજીની પૂજા પણ કેમ કરવામાં આવે છે દિવાળીનાં આ દિવસોમાં. તેની પાછળ પણ કથા છે. લક્ષ્મીજી નારાયણને વર્યા, એક વખત ચર્ચામાં લક્ષ્મીને વૈભવનો અહંકાર આવ્યો, શ્રી હરીએ કહ્યું દેવી આપ પણ પુર્ણ નથી. આપને પણ માતૃત્વની ઉણપ છે. લક્ષ્મીજી ગયા કૈલાશ માતા પાર્વતી પાસે, સધળી વાત જણાવી અને કહ્યુ આપને તો બે ગુણી પુત્રો છે, મને એક પુત્ર દતક આપો માતા. પાર્વતીજી લક્ષ્મીજીને પુછે છે, કે આપ તો અત્યાંત ચંચળ છો દેવી. ક્યાંય ટકતા નથી આવ સ્વભાવે તમે મારા પુત્રનો યોગ્ય ઉછેર કેવી રીતે કરશો. લક્ષ્મીજી પાર્વતી માતાને વચન આપે છે કે માતા જ્યાં આપના પુત્ર ગણેશ બિરાજમાન હશે કે સ્થાયી હશે ત્યાં હું સ્થાયી સ્વરૂપે રહેવા માટે બંધાવ છું. સ્વાભાવીક છે કે સંતાન હોય ત્યાં માઁ હોવાની જ છે. બસ આજ કારણ છે કે હંમેશા માઁ લક્ષ્મીની સાથે ગણેશજીની સ્થાપના અને પૂજા અર્ચના કરવામાં અને જોવામાં આવે છે. અને આજ છે કથા કે દિવાળીનાં દિવસોમાં માઁ લક્ષ્મી, ગણેશજી અને કુબેર સહિત ધનવંતરીજીનું પૂજન અને ઉજવણી થાય છે. રામ આવ્યાની ઉજવણી તો સાથે સાથે થાય જ છે.
આમ તો વધુ ઉજવણી કરવી હોય તે લોજીકલી કાળી ચૌદશને દિવસે ભગવાન શિવની આરાધના કરવા માટેનો ઉત્તમ દિવસ અથવા રાત્રી પણ કહી શકાય, કારણ છે અને લોજીકલ છે. કાર્તિકી ચૌદશ એટલે માસિક શિવ રાત્રી પણ આવે. અને ભગવાન ભોલેનાથ, આજ દિવસોમાં નિલકંઠ પણ બન્યા હતા કારણ કે સમુદ્ર મંથનમાંથી સૌ પ્રથમ નીક્ળું હતું, હળાહળ કાલકૂટ વિષ. સાંબ સદાશિવે વિષને ધારણ કર્યું અને કંઠમાં રાખ્યું અને માટે જ ભગવાન નિલકંઠ કહેવાયા, સાથે સાથે દેવાધી દેવ મહાદેવને ત્યારથી જ અને એટલા માટે જ જલધારા અર્પણ કરવામાં આવે છે. જલધારાનાં કારણે સાંબને શીતલતા પ્રાપ્ત થાય છે તેવી પૈરાણીક માન્યતા પણ માટે જ હશે.
તો આવો આ વર્ષે દિપાલવીને સમજણ સાથે નવી રીતે મનાવીએ....