તબ ગૌરી હસી મુખ યુ કર કે"...................

"તબ ગૌરી હસી મુખ યુ કર કે"...................
આ પંક્તિ કહોકે છંદ, વર્ષો પહેલા હું જ્યારે Reliance Petrolumn, જામનગરમાં નોકરી કરતો ત્યારે સાંભળેલી. માંડીને વાત કરવી પડેતો એમ થાય કે.... જ્યારે હું relianceમાં સર્વિસ કરતો ત્યારે અમે જામનગર થી સિક્કા up & down કરતા. હું relianceમાં MTF માં Marine Adminમાં હતો. રફીકભાઈ કરીને એક મુસ્લિમ બંદો અમને રોજ લેવા અને મુકવા આવે. ટાટા સુમો ગાડી જે અમને કંપનીએ ફાળવેલી તેના તે ડ્રાઈવર. તે સમયમાં relianceમાં સુમો ભાડે રાખવાનો આમ જોવો તો  ક્રેઝ હતો. કેટ કેટલા ના તો ઘર વસી ગયા આમા ને આમાં. ગાડી ખૂબ સારી , નવી નકોર. ગાડી નું ઇન્ટિરિયર પણ સારું. ગાડીમાં ટેપ તો પાછું પયોનિયરનું. ડ્રાઈવર રફીકભાઈ પણ આલા દરજનો માણસ. ફકીર કહો તો છાજે. પણ ગાડીમાં કેસેટ એક જ અને એ પણ ગુજરાતી. લગભગ 4 વર્ષ અમે એજ ગાડી વાપરી. 4 વર્ષમાં સૌ વાર અમે તેને હિન્દી ફિલ્મ ની કોઈ પણ કેસેટ લાવવાનું કહ્યું હશે. ભાઈ બધું માને પણ કોણ જાણે આ વાત ન માની તે નજ માની. અમે પણ સામે એવા. ત્યારે તો એકદમ તરવરીયા નવ યુવાનો, એટલે ગુજરાતી ગીતો થોડા સાંભળીયે. ન સાંભળીયા તે નજ સાંભળીયા. relianceમાં ઓફિસર અને ગુજરાતી ગીત! (ત્યારે ખબર ન પડતી. પણ આજે વિનમ્ર પણે અમારી એ ભૂલ સ્વીકારું છું.) પણ સાહેબ એ પણ વિનય પૂર્વક કબુલવું ઘટેકે આજે પણ આપણને જાજા બધાં લોકો વચ્ચે ગુજરાતી બોલવામાં શરમ આવે છે.
થોડાંક બેકવર્ડ, આમ જાણે ગવાર હોય એવી શરમ. ખબર નથી કેમ?
રોજ પૂછવું અને નથી સાંભળતા જ ભૂલીજવું આ ક્રમ ખૂબ લાંબો ચાલિયો. એક વખત બન્યું એવું કે official કામ સબબ બપોરના સમયે જામનગર જવાનું થયું. ચાલો રફીકભાઈ જામનગર જવાનું છે. કામ નથીને બીજું. ના વ્યાસજી કાય નહીં. ગાડી કાઢું? લયલો હું ફાઈલ લઈ આવું. MTFની બહાર નિકળતા મેં પાછો નિયમ મુજબનો એજ અઘરો સવાલ પૂછીયો અને તેમને પણ રટો મારી રાખેલો જવાબ આપિયો. આજે સાથે કોઈ ન હતું. રફીકભાઈએ મને પૂછીયું સાહેબ આ ગુજરાતી માં વાંધો શું છે. તમે કોઈ દિવસ સાંભળ્યા છે, ગુજરાતી ગીતો કે ભજન. ના ભા.... મેતો ખાલી શાહબુદિન રાઠોડને સાંભળ્યા છે. ક્યારેક ભીખુદાનભાઈ ગઢવીને પણ. અરે સાહેબ, આ ભીખુદાનભાઈની જ કેસેટ છે. એક વાર ભલે થઈ જાય. તેને કેસેટ ગોતી અને ટેપમાં નાખી.
હવે લોકસાહિત્યમાં ભીખુદાન ગઢવીનો ઝોંટો જડે બાપ. ગઢવી સાહેબ બરાબર એક પંક્તિ કે છંદ બોલ્યા. જેમાં ભગવાન શંકર અને ગૌરી નું એક રેખાંચિત્ર કોઈ પ્રદર્શની માં મૂકેલું હતું. જે ચિત્રમાં પોઠ્ઠીયો પુછળી ઉંચી કારીને ભાગતો હોય, ભગવાનનો ગળામાં રહેલો નાગ ખૂબ ગુસ્સે થઈ ને ફેણ ચડાવી હોય. ફેણ ચડાવાથી ભગવાનને ગળુ ભીંસાય અને સંતોલન બગડતા અને અચાનક બેબાકળા થઈ જતા. પોઠિયો ભડકીને ભાગે છે. પોઠ્ઠીયાના ભાગવાના કારણે ભગવાન પડવું પડવું થઈ રહયા છે. આ બધું જોઈને માતાજી હસતાં હોય છે. આખી/આખો પંક્તિ તો મને યાદ નથી પણ " તબ ગૌરી હસી મુખ યુ કરકે" એવું છેલ્લું વાક્ય જાણે ઝહનમાં ઉત્તરી ગયું. ભીખુદાનભાઈ એ ચિત્ર અને તેના મર્મ વિશે વાતકરી રહ્યા હતા. એ ભીખુદાન ગઢવીનો અવાજ, બોલવાની છટા અને કાઠિયાવાડી તળપદી ભાષા. તેનું આબેહુબ વર્ણનતો મારી તાકાત બારની વાત છે. પરંતુ મારી શક્તિ મુજબ કોશિષ કરૂં છું. ભગવાન શંકર પોતાના શરીરે ભસ્મ લગાવતા હતા. કપાળે ભસ્મ લગાવતા, ભસ્મ કણિકા ભગવાનના કંઠમાં શોભતા નાગ ની આંખમાં પડી અને નાગરાજ અકળાયા. સ્વાભાવિક રીતે ફેણ ચડાવી અને ભગવાનને ગળા ફાંસો આવતા આ દૃસ્ય સર્જાયું. આ સમયે માતાજી ત્યાં ઉભેલા. સહજ સ્વાભાવે બધું જોઈને હસી પડિયા.
પતિ અને પત્નીનો (ભગવાન શંકર અને ગૌરી કરતા આ ઉદબોધન અહીં વધારે યથાર્થ લગે છે.)આ પ્રેમાળ પ્રસંગ મને આજે પણ એટલોજ યાદ અને તાજો છે.