ડોગકટર(ડૉક્ટર) માર્કેટનાં બિઝનેસ ફંડા – સિઝરિયન, એન્ડોસ્કોપી, એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી, યુટ્રસ રિમૂવલ(ગર્ભાશય કાઢી નાખવું), સ્ટેન્ટ, સ્પેસમેકર વગેરે વગેરે....


પહેલા એન્ડોસકોપી ટ્રેન્ડીંગ હતું, હવે એન્જીઓગ્રાફી પાછી એન્જીયોપ્લાસ્ટી – સ્ટેન્ટ મુકવું અને યુટ્રસ એટલે કે ગર્ભાશય કઢાવી નંખાવવાનું ટ્રેન્ડમાં છે. સિઝેરિયન તો સદાબહાર ટ્રેન્ડીંગમાં જ ચાલે છે યાદ છે ને ???

હાલનાં સમયમાં તમે ફ્રિક્વન્ટલી એટલે કે વારંવાર અને અનેક લોકો પાસેથી સાંભળતા હશે કે ફલાણા ભાઇએ કે ઢિકાણા બહેને સ્ટેન્ટ મુકાવ્યું... જી નહીં આ કોઇ ફેશનનાં સ્ટેન્ટની વાત નથી, એતો હૃદયમાં સ્ટેન્ટ કે સ્પેસમેકર મુકાવા જેવી ગંભીર વાત છે... તમને યાદ હોય કે તમે યાદ કરવાની કોશિશ કરો તો થોડા સમય પહેલા એન્ડોસકોપી ફેશનમાં હતું... સેજ અમથું પેટમાં દુ:ખે કે તરત જ એન્ડોસકોપી, હાલમાં સ્ટેન્ડે અને એન્જીયોપ્લાસ્ટીએ તેનું સ્થાન લીધું હોય તેવું લાગે છે... હા બહેનોમાં ગર્ભાશય કઢાવવ્યાનાં કિસ્સા પણ ખુબ હેલમાં ધ્યાને આવતા હશે. બાકી સિઝેરિયનનાં મામલાથી તો તમામ વાકેફ જ છે...

 

સામાન્ય માણસ ડૉક્ટર પાસે જઇને કહે કે સાહેબ સેજ છાતીમાં દુ:ખતું હોય તેવું લાગે છે.. ડૉક્ટર – અરે ચીંતા ન કરો.... હમણા ચેક કરી લઇએ.... હવે તમે અહીં આવી ગયા છો એટલે કશું ન થાય.... ડૉક્ટર, સામાન્ય માણસ એટલે કે દર્દીને ચાક-અપ કરતા કહે... આમ તો અત્યારે દર્દમાં રાહત થાય તેવી દવા આપી દવ છું... પણ આ રીપોર્ટ કરાવી લેવા જોઇએ તેવી મારી સહેલા છે...આમ કહી ડૉક્ટરો પોતાનો ખેલ ચાલું કરે છે... હવે છાતીમાં દુ:ખતું હોય તે ડૉક્ટરની સલાહ ન માને ? સલાહનાં ભાગ રૂપે રીપોર્ટની લાંબી લચક યાદી ડૉક્ટર આપને આપી દે છે... સામાન્ય શું ભણેલા ગણેલા માણસને પણ ડ઼ૉક્ટર દ્વારા આવું કહેવામાં આવે તો તે ગંભીર રીતે તમામ રીપોર્ટ કરાવે જ છે... અને 5 – 25 હજારનાં ખાડેમાં ઉતરી જાય છે... રીપોર્ટની યાદીમાં અનેક પ્રકારનાં રીપોર્ટનું તો કાંઈ કામ જ હોતું નથી છતા કરાવા જરૂરી છે કારણ કે, ધરતી પરનાં ભગવાન મનાતા ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે...

રીપોર્ટ આવે કે તરત માણસ દોડતો-દોડતો ડૉક્ટર પાસે પહોંચી જાય અને રીપોર્ટ સાહેબની સામે મુકી અને આશા ભરી દ્રષ્ટીએ ડૉક્ટર શું કહેશે તે સાંભળવા મીટમાંડીને ડૉક્ટર સામે જોતો હોય... ડૉક્ટર રીપોર્ટ પર નજર નાખી અને કહે થોડું ધ્યાન તો રાખવા જેવું લાગે જ છે... આ મામલે માથું ન મારી રખાય, એક કામ કરીએ એન્જીઓગ્રીફી કરાવી લેઇએ... થોડું જોખમકારક તો છે જ... મારા મત પ્રમાણે હૃદયની નળીમાં બ્લોકેજ લાગે છે... હવે ચોક્કસ તો એન્જીઓગ્રફી કરીએ તો જ અંદાજ આવે કે કેટલું અને ક્યાં શું છે...

એન્જીયોગ્રાફી કરાવે એટલે એન્જીયોપ્લાસ્ટી કે સ્ટેન્ટ કે સ્પેસમેકર મુકાય ગયું તે પાક્કુ જ છે. હલાનાં સમયમાં એન્જીયોગ્રાફીએ એન્જીયોપ્લાસ્ટી - સ્ટેન્ટ – સ્પેસમેકર વસાવ્યાની સુથી આપ્યા સમાન જ છે.

ધરતી પરનાં ભગવાનોમાં પણ એક રોગને ટ્રેન્ડીંગમાં રાખવાની અનેખી ફેશન કે પેશન જોવામાં આવી રહી હોય તેવી પેટર્ન જોવામાં આવે છે. વર્ષો પહેસા શરૂ થેય સિઝરિયાનનો ટ્રેન્ડ તો આજે પર ધરતી પરનાં ભગવાનો દ્વારા જીવંત રાખવામાં આવ્યો છે. પહેલા લોકોને આશ્ચર્ય થતું કે સિઝરિયન આવ્યું... હવે લોકોને આશ્ચર્ય થાય છે કે લે નોર્મલ ડિલેવરી થઈ!!!

હાલમાં ડૉક્ટર માર્કેટમાં ટોપ પર છે એન્જીયોગ્રાફી પછી એન્જીયોપ્લાસ્ટી અને ખાસ પેકેજનાં રૂપે ડૉક્ટર માર્કેટ મહિલાઓ માટે ગર્ભાશય કઢાવવાનાં કેસને પણ પ્રમોટ કરી રહ્યા છે... મહિલાઓની વાત થઈ રહી છે ત્યારે ધણા લોકોએ સાંભળ્યું હશે કે અત્યારે ડૉક્ટર માર્કેટ કે માર્કેટીંગ દ્વારા મહિલાઓને પ્રી અને પોસ્ટ મોનોપોઝ માટે પણ ધણી રાતે ભરમાવવામાં આવે છે... અનેક પ્રાકરની માનસિક દવાઓને કાયમ માટે આમંત્રીત કરી દેવાની આ યોજના ખુબ યોજનાબદ્ધ રીતે ચાલી રહી છે... આ યાદીમાં બી.પી. ડાયાબિટીશ વિગેરે વિગેરે અનેક રોગની લાંબી મોટી યાદી પણ જોડવી હોય તો જોડી શકાય તેમ છે...

માટે જ ધરતી પરનાં ભગવાનનો ભરોસો અને તેમા પણ આંધળો ભરોસો ખુબ મોંધો અને કાયમી માંદગીને નોતરતો છે તે વાતથી સામાન્ય માણસે ચેતવું ખુબ જરૂરી છે...