#BhaveshVyas #વૈચારિકવમળ IV *સંબધોમાં સંવાદ* *સંવાદ - સંબધો અને સર્વોપરિતા*

#BhaveshVyas #વૈચારિકવમળ IV

*સંબધોમાં સંવાદ*
*સંવાદ - સંબધો અને સર્વોપરિતા*

“મારી દિકર કેટલી દુબડી થઇ ગઇ છે. બેંન કઇ ખાતી પીતી નથી કે શું?” સાસરેથી ઘરે આવતી દિકરી ને ઉંબરે આવકારતી લગભગ માઁ ના આ પ્રકારના ઉદગારો આપણે હજારો વાર સાંભળીયા જ હશે. "ના ના રેહવાદે તારે કાઇ નથી કરવું. તારા ઘરેતો આખો દિવસ ઢસરડા કરવાના જ છેને પછી. બે ચાર દિવસ અહ્યાતો આરામ જ કર બસ."

આવા વાક્ય અને વ્યાહવાર થી દિકરીને અછો અછો વાના કરતી દરેક માઁ ના ઘરે પણ એક વહુ હોય જ છે. તમેને શું લાગે છે. ઘરના કોઇ કામે બહાર ગયેલી વહુ જ્યારે ઘરે આવે ને સાંસુ એવુ કહે કે થાકી ગઇ! પોરો ખાયલે થોડક, લે પાણી પીલે આવુ કહી આખા દિવસમાં કરવાના ફક્ત એક જ કામ રૂપે એક પણીનો ગ્લાસ વહુંને ભરીદે તો.

એવું કહેવાય છે કે “જ્યાં સંવાદ હોય ત્યાં વિવાદ હોય જ ન શકે” કોઇ પણ સંબધો માં સંવાદનું અદકેરૂ મહત્વ છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ, સાસું અને વહું ના સંબધોની. એક સર્વે મુજબ સાસું અને વહું ના સંબધોને સ્થપિત થતા 4 કે 5 વર્ષ જેવો લાંબો સમયગાળો લાગે છે. લગભગ ક્કિસાઓમાં લગ્નના શરૂઆતના વર્ષોમાં વહુંની સ્થિતી નાજુક હોય છે. સમયાંતરે વહું પોતાની સર્વોપરીતા સ્થપી જ લ્યે છે. હા સર્વોપરીતા સંવાદથી સ્થપાય છે કે વિવાદથી તે મહત્વનું છે. આમતો મોટા ભાગના ક્કિસાઓ માં ખુદ પતી પત્ની વચ્ચે સુમેળ ભર્યા સંબધો કે સંવાદ સ્થપાતા લાંબો સમય લાગેતો હોય છે. આપણા સંબધો સાથ મેળવવા કરતા સર્વોપરીતા મેળવવામાં લાંબો સમય લઇ જાય છે. ધરમાં સૌથી પહેલા સંવાદિત સંબધો ભાભી અને અપરણીત દેરના સ્થપાય છે, કારણ અહીં સર્વોપરીતા સ્થાપવાની કોઇ જરૂર નથી. આ સંબધની મઘુરતા પર ધણું સાહિત્ય, લખાણો, ફિલ્મો, ગીતો, લોકકથાઓ ઊપલ્બધ છે. પણ એજ દેર જો પરણિત હોય તો? દેરાણીની હાજરીએ સર્વોપરીતા હાવી હોય, એજ મધુર ગણાતો સંબધ કા તો લાંબા સમયે અથવા મહંદ અશેં સ્થપાતો જ નથી.

*શું આપણે સંવાદ, સંબધ અને સર્વોપરીતા ની લડાઇ લડી રહ્યા છીએ?*

*ચલો આપણે સંવાદ થકી સંબધો અને સર્વોપરીતા ની લડાઇને જીતવા કૃટ્ટીબધ્ધ થઈએ.*