“મિત્રતા”નું પણ “માઇક્રો ડિશેક્શન” “ફ્રેન્ડ” ખુદ જ વહેંચાય ગયો છે “માઇક્રોનમાં” : Just ફ્રેન્ડ, Half ફ્રેન્ડ , FB ફ્રેન્ડ , Girl ફ્રેન્ડ, Boy ફ્રેન્ડ.
#BhaveshVyas #વૈચારિકવમળ
“મિત્રતા”નું પણ “માઇક્રો ડિશેક્શન”
“ફ્રેન્ડ” ખુદ જ વહેંચાય ગયો છે “માઇક્રોનમાં” : Just ફ્રેન્ડ, Half ફ્રેન્ડ , FB ફ્રેન્ડ , Girl ફ્રેન્ડ, Boy ફ્રેન્ડ.
એવું કહેવાય છે, કે દરેક માણસના જીવનમાં એક “કર્ણ” તો હોવો જ જોઇએ. કર્ણ તેની દાનવિરતા માટે જેટલા પ્રખ્યાત છે. એટલા જ પ્રખ્યાત દુર્યોધન પ્રત્યેની તેની નિષ્ઠા અને મિત્રતા માટે છે. મિત્રતાની મિશાલો તો ધણી બધી છે. પણ કર્ણ જેવો મિત્ર મળવો દુર્લભ છે. પોતાનો મિત્ર સદંતર ખોટો, ધર્મ વિમુખ અને દુરાચા આચરનાર છે તેની બરાબર ખબર હોવા છતા. સાથો સાથ માત્ર મહાભારતના યુધ્ધમાં જ નહિ, પરંતુ જીવનની દરેક કસોટીમાં હારી જવાનો છે એ પણ ખબર હોવા છતાં શ્ર્વાસની જેમ (પડછાયો અંઘકારમાં સાથ મુકી દે છે) સાથ તો માત્ર કર્ણ જેવો મિત્ર જ આપી શકે. શું આજે ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીને, મોંધેરી ગિફટો અને ગ્રિટિંગ કાર્ડસની આપલે કરીને ઉજ્વાય રહેલ ફ્રેન્ડશીપ ડે, કર્ણ જેવા મિત્રો આપી શકશે ખરા ? અરે આજના સમયેતો “મિત્રતા”નું પણ “માઇક્રો ડિશેક્શન” થઇ ગયું છે. આજે તો “ફ્રેન્ડ” ખુદ જ કેટકેટલા ‘માઇક્રોન’માં વહેંચાય ગયો છે. Just ફ્રેન્ડ, Half ફ્રેન્ડ, FB ફ્રેન્ડ, Girl ફ્રેન્ડ, Boy ફ્રેન્ડ, What’s up ફ્રેન્ડ. આજના સોશ્યલ મિડીયાના સમયામાં રોજ એક કહેવાતો મિત્ર “UnFriend ડે” ઉજવતો જોવા મળે છે. આ UnFriend ડે ની ઉજ્વણીની પુષ્ટી પાછી social media પર પોસ્ટથી કરીને કરાવાય છે. “ધણાં સમયથી કોઇ પણ પોસ્ટ ને લાઇક નહિ કરવા બદલ.” !!! ઘણા લોકોની તો blocked ફ્રેન્ડસ ની યાદી ફ્રેન્ડસની યાદી કરતા મોટી હોય છે. ધણાં સમયથી કોઇ પણ પોસ્ટ ને લાઇક નહિ કરવા બદલ કે ઇન-એક્ટીવ રહેવા બદલ કેટલા મિત્રો તેના ફ્રેન્ડને પૂછાં કરતા હશે કે “શું દોસ્ત કાંઇ વાંઘા જનક નથીને? કાંઇ હોયતો કહી દેજે, હું છું.” દુનિયામાં એક જ માત્ર મિત્રતાનો સંબઘ માણસ પસંદગીથી બાંઘી શકે છે. આજના દિવસે પસંદગીના આ ઓપશનનો ભરપૂર ઉપયોગ ઇચ્છનીય છે.
હા આનાથી પ્રેરાયને કોઇએ દોસ્તાના, યારાના, જય-વિરૂ કે ઘરમ્-વિર જેવા દાખલા બેસાડવાની બિલકુલ જરૂર નથી.