શું એક ગોળી ગાંધીને મારી શકે????

શું એક ગોળી ગાંધીને મારી શકે?????
ગાંધી શું ખરેખર આપણી વચ્ચે નથી??????

જો આપણે વાત કરતા હોય મોહનદાસ કરમચંદ ગાંધીની તો કદાચ હા આવું શક્ય છે. પરંતુ જો આ સવાલો બાપુ કે મહાત્મા ગાંધી વિશે પુછાયા હોય, તો બિલ કુલ નહીં કોઇ ગોડસે કે કોઇ ગોળી, મહાત્મા ગાંધીને મારી જ ન શકે. શું તો તે અમરત્વને પામી ગયા હતા કે ન મરી શકે ?

એમ. કે. ગાંઘી એ એક વ્યક્તિ છે અને મરી પણ શકે છે. પરંતુ મહાત્મા ગાંધી શું ફક્ત એક વ્યક્તિ જ છે ? નહીં બિલકુલ નહીં, મહાત્મા ગાંધી એક વિચારધાર છે અને વિચારધારાને મારવી મુશકેલ જ નહી પરંતુ નામુમકીન છે. તો સવાલએ થાય કે ચૂક ક્યાં થઇ ગઇ છે. કેમ ગાંધી વિચારો મરી રહ્યાનો અહેસાસ ક્યારેક થઇ આવે છે.

ગાંધી વિચારધારાનું મૃત્યુ શક્ય છે, પરંતુ ગાંધી વિચારધારાને મારવાનું કામ ફક્ત ગાંધી વિચારના વાહકો જ કરી શકે છે. આપણે સાંભળ્યુ જ છે ને “ જે પોષતું તે મારતું, આ ક્રમ દિસે કુદરત”. આ ઉક્તિ ત્યારે પણ યથાર્થ હતી અને આજે પણ યથાર્થ છે. જે વહી રહી છે તે ધારા છે અને ધારાને ખતમ કરવા માટે તેનું નિશંખલીત વહેવું અટકાય તો તે આપોઆપ મરી પરવરે છે. એટલે જ તો તેને વિચાર-ધારા કહેવામાં અવી છે. ખાલી વિચાર નહીં. ધારાને એક પરંપરાનાં લોખંડી વાઘામાં સુશોભિત કરી તેનું વહેણ અટકાવાય રહ્યું છે. પરંપરામાં કેદ આ ધારા ક્યાં સુધી જીવી શકે છે તે જોવું રહ્યું.

પોતાની જાતને ગાંધીવાદી કહેવાવાળા અમુક લોકોને પાપે શું આ પવિત્ર ધારા અટકી જશે ? કે પછી પોતાની જાતને સાચો દેશ ભક્ત કહેતો મુઠી ભર વર્ગ આ ધારાને સોસી લેશે ?  વિશ્વ જેને મહાન માની ચૂકયું છે. જે વિચારધારાને અપનાવી ગર્વીત બની રહ્યુ છે. એ મારી પોતાની વિચારઘારાથી મારો યુવાન કેમ વિમુખ થતો જાય છે.

કદાચ ગાંધી નિરવાણ દિને આ અણીયારા સવાલનો જવાબ એ જ મહાત્મા ગાંધીને સાચી શ્રધ્ધાંજલી કહી શકાય......

BhaveshVyas