હા, હા મને રડતા નથી આવડતું,
કદાચ હું રડતા ભુલી જ ગયો છું.
બસ ક્યારેક હસી જ લવ છું,
ક્યારેક નિઃશબ્દ થઈ લવ છું.
ક્યાંક હાસ્ય નીચે હચમચી લવ છું
ક્યાંક સ્મીત નીચે સમ સમી લવ છું.
મને જે ઓળખે છે તેને ખબર છે કે,
મારા સ્મીતમાં કેટલા ડૂસકાં ડોકાય.
પણ શું મને કોઇ ઓળખે છે ખરું !!
આ સવાલ અંદરથી પુછાય છે ત્યારે,
બસ હસીલવ છું કે પછી મથી લવ છું.
હા, હા મને રડતા નથી આવડતું,
કદાચ હું રડતા ભુલી જ ગયો છું.
Bhavesh Vyas...