“યે કશ્મીર હૈ” - કાશ્મીરની કહાની, જે કહેવાતુ “ધરતીનું સ્વર્ગ”
પાકિસ્તાનનાં મુખમાંથી આવી રીતે બહાર નીકળ્યું હતું ધરતીનું સ્વર્ગ ‘કાશ્મીર’
“કાશ્મીર” નામ સાંભળતા જ બરફીલા પહાડો, રંગ બે રંગી ફૂલોથી લહેરાતા બાગ બગીચાઓ અને દાલ લેકમાં જુલતા સિકારાઓ ઝહેનમાં ઉભરી આવે, પણ આમા આજે આ માયલું કાઇ નમ્બરે. આતે વર્ષો પહેલાની વાતો. આજે, આજે તો ઠેર ઠેર સૈન્ય અને ભાંગફોળીયા, આતંકી કેમ્પો અને દેશદ્રાહીના ચહેરાવાળા પોસ્ટરો લાગેલી દિવાલો એટલે “કાશ્મીર”
શું તમે જાણો છે કાશ્મીરની આ અવદશાની પાછળનાં સત્ય અને તથ્યોને. કોણ જાવબદાર છે આ સ્વર્ગને નર્ક બનાવવા માટે. કાશ્મીર હકીકતે હતું કોનું અને આજે છે કોનું. આમ તો દેશ આઝાદ થયો 14મી ઓગસ્ટ રાત્રે 12.00 કલાકે એટલે કે 15મી ઓગસ્ટ 1947નાં દિવસે. આઝાદી સાથે ભાગલા અને દેશનાં દેશી રજવાડાનું વિલિનીકરણ બે મોટા પ્રશ્નો સામે આવ્યા તે બધા જાણે જ છે. ભારતના બે ઊભા ફાડા કરવામાં આવ્યા અને પૂર્ણ ભારતનાં ગર્ભમાંથી છુટુ પડ્યું, ભારતનું સૌથી મોટું દુશ્મન પાકિસ્તાન. સાથે સાથે ભારતમાં દેશી રજવાડાનું વિલિનીકરણ પણ ચાલી રહ્યું હતું. આમાં મોટા ભાગનાં દેશી રજવાડાઓએ ભારતમાં પોતાનું વિલિનિકરણ સ્વીકાર્યુ. પણ ત્રણ રજવાડાઓ એ ભારતમાં ભળવાનો ઇન્કાર કર્યો હતો. તે ત્રણ રજવાડા હતા, જૂનાગઠ, હૈદરાબાદ અને કાશ્મીર. જૂનાગઢ અને હૈદરાબાદ પણ અંતે વિલિન થયા કે કરી દેવામાં આવ્યા.
16મી માર્ચ 1946માં બ્રિટિશના કબ્જામાં આવ્યા બાદ કાશ્મીર એક દેશી રજવાડું બન્યુ. અંગ્રેજો દ્રારા કાશ્મીરને મહારાજા ગુલાબ સિંહને સોંપવામાં આવ્યું. જેઓ તે સમયે જમ્મુના રાજા હતા. આઝાદી પહેલાથી જ પાકિસ્તાનના સંસ્થાપક મુહમ્મદ અલી જિન્નાની નજર કાશ્મીર પર હતી. 15મી ઓગસ્ટ 1947માં આઝાદી મળ્યાના થોડાક સમય પછી હરિ સિંહે પાકિસ્તાન કે ભારત બંન્નેમાથી એક પણ સાથે જોડાવાની અણઇચ્છા દર્શાવી. પાકિસ્તાને તાકાતના દમ પર જમ્મુ-કાશ્મીરને હડપવાની યોજના બનાવી હતી. પાકિસ્તાને મહારાજા હરિ સિંહ પાસેથી જમ્મુ-કાશ્મીર છીનનવા માટે સેના મોકલવાનો નિર્ણય લીધો. 24 ઓક્ટોબરે હજારો પઠાણોએ કાશ્મીરમાં ઘુસણખોરીને અંજામ આપ્યો.
અચાનક આવી પડેલા સંકટમાં ઉગરવા જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિ સિંહે ભારત પાસે મદદ માગી. 25મી ઓક્ટોબરે સરદાર પટેલના નજીકનાં મનાતા વી.પી.મેનનને વિમાન દ્વારા શ્રીનગર મોકલાયા. મેનને જમ્મુ-કાશ્મીરને ભારતમાં ભેળવવા માટે મંજૂરી લેવા માટે મોકલાયા હતા. મેનન અને હરિ સિંહની મુલાકાત થઇ અને કાશ્મીરને ભારતમાં ભેળવાનાવા વિલિનકરણ દસ્તાવેજો પર હસ્તાક્ષર થયા.
“ધરતીનુ સ્વર્ગ” મનાતું કાશ્મીર 26મી ઓક્ટોબર વર્ષ 1947માં ભારતનો હિસ્સો બન્યું. જમ્મ-કાશ્મીરનો વિલય ભારતની રાજનીતિ અને ઇતિહાસની સૌથી મહત્નની ઘટનાઓમાંની એક રહી છે. આ રીતે જમ્મુ-કાશ્મીરનું ભારતમાં વિલિનિકરણનું કામ પુરુ થતા. 27મી ઓક્ટોબરે પહેલી શિખ બટાલીયન શ્રીનગર પહોંચી અને તુરંત જ પાકિસ્તાની હમલાખોરોથી કાશ્મીરને આઝાદ કરાવ્યુ. જ્યારે જિન્નાને આ વાતની ખબર પડી તો તેણે કથીત રૂપે પોતાના કાર્યવાહક બ્રિટિશ કમાંન્ડર ઇન ચિફ જનરલ સર ગ્રેસીને કાશ્મીરમાં બ્રીગેડ મોકલીને કાશ્મીર પર કબ્જો જમાવવા માટે કહ્યુ પણ. ગ્રેસીએ આમ કરવાનો ઇનકાર કર્યો. તેમે કહ્યુ કે તે કોઇ એવો આદેશ નહી માને જેથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાઇ જાય.
આખરે પાકિસ્તાને કાશ્મીર પર પોતાની સેના મોકલી પણ ત્યા સુધીમાં અડધાથી વધારે કાશ્મીર ભારતના નિયંત્રણમાં આવી ચુક્યુ હતુ. પાકિસ્તાની ફોજે ગિલગિટ અને બાલ્ટીસ્તાન પર કબ્જો કર્યો. તે બાદ એક વર્ષ સુધી પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ ચાલતુ રહ્યુ. આ યુદ્ધને ભારત પાક યુદ્ધના નામથી ઓળખાય છે. અને આખરે 1948ના અંતમાં યુએનના હસ્તક્ષેપથી બંન્ને દેશો વચ્ચે યુદ્ધ વિરામ થયુ. આઝાદીના તુરંત બાદ પાકિસ્તાન તરફથી મળી રહેલા પડકાર વચ્ચે જમ્મુ-કાશ્મીરને ભારતમાં વિલય કરાવવામાં મળેલી સફળતાએ તે સમયે ઇતિહાસ રચી દિધો હતો.
આને આજના કાશ્મીર અને કાશ્મીર સાથેની જોડાયેલી અનેક સમસ્યાથી તો બધા વાકેફ જ છીએ. એ પછી ભલે કાશ્મીરી પંડિતો હોય કે કાશ્મીરી યુવક, અતાંકવાદ હોય કે આઝાદ કાશ્મીરની ઠેંસી...