"નથી બોલતા - નથી બોલતા" નો, પોતાનાં સમયમાં મારો સહન કરનાર પૂર્વ વડાપ્રધાન અને પ્રખર અર્થશાસ્ત્રી ડો. મન મોહન સિંહ દ્રારા આજે એક જ દિવસમાં સરકારને એટલી રીતે આડે હાથ લીધી છે કે, બહુ બોલકી સરકાર પણ બોલવાનું ભૂલી જાઇ. પૂર્વ વડા પ્રધાન દ્વારા દેશની આર્થિક હાલતને લઇને ગહન ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અતી ગંભીર કહી શકાય તેવા વિઘાનો દ્વારા ડો. સિંહે સરકારને મુક બનાવી દીધી છે.
આપને યાદ આપાવી દઇએ કે, આજે જ ડો. સિંહે સરકારને આર્થિક સુઘારાનાં પાંચ પગલા સૂચવ્યા હતા.

