ગુરૂત્વાકર્ષણ મામલે ટ્રોલ થતા વાણિજ્ય મંત્રીએ કરી સ્પષ્ટતા, સ્પષ્ટતામાં પણ કરી તે જ "ભૂલ" - આ વખતે મંત્રી વાંચી-વાંચીને બોલી રહ્યા હતા


કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ દ્વારા ગઇ કાલે ગુરૂત્વાકર્ષણ અને આઇનસ્ટાઇનને લઇને વાણિજ્ય મંડળની બેઠકમાં અનેક ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગ જગતનાં માંધાતા વચ્ચે પોતાનાં સંબોધનમાં વાત કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી ગોયલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, "ગણિતે "આઇનસ્ટાઇન"ને ગુરૂત્વાકર્ષણની શોધમાં મદદ નથી કરી". પિયુષ ગોયેલ આ મામલે કાલે આખો દિવસ સોશિયલ મીડિયામાં હાંસીને પાત્ર બન્યા અને ટ્રોલ થતા રહ્યા હતા. આ સંદર્ભમાં કેન્દ્રીય મંત્રી દ્વારા પોતે શું કહેવા માંગતા હતા તેની સ્પષ્ટતા કરતું નિવેદન ખાસ જાહેર કરવામાં આવ્યું હતું.

પિયુષ ગોયેલ દ્વારા પોતાનાં આ ખાસ સ્પષ્ટતા કરતા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, ત્યાં હાજર કોઇ મિત્રો દ્વારા મારા સંબોધનનાં તે ભાગને અલગ રીતે રજૂ કરવાામાં આવ્યો છે અને તેની સાથે તે પછી કહેવામાં આવેલા વાક્યને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. ત્યાં મારો કહેવાનો મતલબ એ હતો કે, 5 ટ્રીલીટનની ઇકોનોમીની વાત આપણે કરતા હોઇએ ત્યારે ગણિત(જે આજકાલ જોવા સાંભળવામાં આવે છે કે આટલી ઇકોનોમી માટે આટલા ટકા ગ્રોથ રેટ હોવો જોઇએ અને અત્યારે આટલો ગ્રોથ રેટ છે) પર ન જવું જોઇએ. આ વાત સમજાવવા માટે તે ટિપ્પણી કરી હતી. 

સ્પષ્ટતામાં પણ કરી તે જ ભૂલ જેના કારણે કાલે થયા હતા ટ્રોલ
બાદમાં તેનાં દ્વારા જે કહેવામાં આવ્યું તે કઇ પ્રકારે અને કયાં સંદર્ભમાં કહેવામાં આવ્યું તે સમજાવવા મંત્રી ગોયલ દ્વારા તે જ નિવેદન ફરી રીપીટ કરી વાંચતા-વાંચતા મતલબ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ દુર્ભાગ્ય પૂર્ણ રીતે ફરી કાલે કરેલી તે જ ભૂલ તેમણે રીપીટ કરી હતી અને ફરીથી ગુરુત્વકર્ષણ અને આઇનસ્ટાઇનને જોડી દીધા હતા. 

આપ સાંભળી શકો છે આ વીડિયો જેમમાં કેન્દ્રીય મંત્રી સ્પષ્ટતા કરે છે(ભૂલ સુધારીયા વીનાની સ્પષ્ટતા)



મંત્રી કયા કારણે થયા હતા ટ્રોલ, શું કરી હતી ભૂલ ?
કાલે અને આજે સ્પષ્ટતામાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી દ્વારા ગુરૂત્વાકર્ષણ અને આઇનસ્ટાઇનને જોડી દેવામાં આવ્યા હતા. મંત્રી દ્વારા બનેં વખત સમાન સ્પષ્ટતા કરવામાં આવી કે ગણિતે ગુુરુત્વાકર્ષણની શોઘમાં આઇનસ્ટાઇનની મદદ નહોતી કરી. આ વિધાનનાં કારણે મંંત્રી થયા હતા ટ્રોલ.

શું છે સાચી હકીકત? જાણે આહીં

હકીકતે ગુરૂત્વાકર્ષણની થિયરી આઇનસ્ટાઇને શોઘી જ ન હતી. ગુરૂત્વાકર્ષણની થિયરી  - The Theory of Gravity - Isaac  Newton - આઇઝેક ન્યૂટન દ્વારા શોઘવામાં આવી હતી. 

તો આલબર્ટ આઇન્સ્ટાઇને કઇ થિયરી શોધી હતી?

આલબર્ટ આઇનસ્ટાઇને(Albert Einstein) - થિયરી ઓફ રિલેટીવીટી (The Theory of Relativity) - સાપેક્ષવાદની થિયરી શોધી હતી.

મંત્રી ગોયલને કદાચ સમજાયું જ નથી કે તેને ટ્રોલ શું કામે કરવામાં આવી રહ્યા હતા અને છે. ગણિતે મદદ નથી કરી માટે કે ગુરુત્વાકર્ષણમાં ગણિતે આઇનસ્ટાઇનની મદદ નહોતી કરી તે કહેવા માટે. 

આમ કેન્દ્રીય મંત્રી દ્વારા પોતાની ભૂલ પર પોતાની હાથે જ સ્પષ્ટતા કરી મોહર મારવામાં આવી. હવે આ મામલે આજે મંત્રી ફરી હાંસીને પાત્ર બન્યા છે અને કાલે જે હતી તે કદાચ હ્યુમન એરર કે માનવ માત્ર ભૂલને પાત્ર કહી શકાત - પંરતુ સ્પષ્ટતા પછી તો મુર્ખામીમાં લોકો ખપાવી રહ્યા હોવાનું સોશિયલ મીડિયામાં પ્રતિત થઇ રહ્યું છે.