શું દિલ્હી ચૂંટણી ટાણે જ ભાજપનાં સ્ટાર પ્રચારક મણીશંકર ઐયર અને દિગ્વિજયસિંહનું ભવ્ય પુનરાગમન થયું છે ?? દિગ્વિજયસિંંહે ત્રાસવાદી ઝાકીર નાઈકનું સમર્થન કર્યું! તો ઐયરે કહ્યું કે, PM મોદી અને ભાજપ હત્યારા છે! હિંસાત્મક વલણ અપનાવવાની સલાહ આપી મણીશંકર ઐયરે ઉગ્રવાદીઓને ઉશ્કેર્યા અને કહ્યું કે, ‘આપણે જોઈશું કે કોના હાથ મજબૂત છે, આપણા કે તે હત્યારાઓના..’
ભાજપના સ્ટાર પ્રચારક કહેવાતા કોંગ્રેસનાં નેતા એવા દિગ્વિજય સિંહ અને મણિશંકર ઐયર.. જે દરેક ચૂંટણીમાં પોતાના વાણી વિલાસ દ્વારા ભાજપનાં વિજયને વાસ્તવિક બનાવે છે, તેઓ દિલ્હી વિધાનસભા ચૂંટણી સમયે પ્રધાનમંત્રી મોદીજી અને ભાજપ અંગેની અપ્રિય ટિપ્પણીને કારણે ફરી એકવાર ચર્ચામાં છે. તેમની આ ટિપ્પણીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતને સરળ કરી દીધી છે. મણીશંકર ઐયર દિગ્વિજય કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાહુલ તથા સોનિયા ગાંધીના વિશ્વાસપાત્ર હોવા છતાં પોતાના વાણી વિલાસથી ચૂંટણી સમયે કોંગ્રેસને ઘણું ખરું નુકસાન પહોંચાડતા આવ્યા છે. એવામાં ફરી એક વખત મણીશંકર ઐયરે કરેલી મોદી-ભાજપ પરની ટિપ્પણી તેમને ભારે પડશે.
રાષ્ટ્રની રાજધાનીનાં શાહીન બાગ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ઉગ્રવાદી કટ્ટરપંથીઓનું પ્રદર્શન ચાલી રહ્યું છે. જ્યારે કોઈ મોટા રાજકીય નેતાઓ આ દેશ વિરોધી પ્રદર્શન સાથે સંકળાયા નહીં કે તેમાં જોડાયેલા નથી ત્યારે મણીશંકર ઐયર આ લોકો સાથે જોડાયા. ઉલ્લેખનીય છે કે, ઐયર શાહીન બાગમાં વિરોધ સ્થળે જોડાવવાના માત્ર ત્રણ દિવસ પહેલા પાકિસ્તાનનાં લાહોરમાં હતા. પાકિસ્તાનમાં પણ મણીશંકર ઐયરે ભારત, સીએએ અને એનઆરસી વિશે કલ્પના બહાર જુઠ્ઠાણા ફેલાવ્યા. પાકિસ્તાનથી પરત આવીને શાહીન બાગ ખાતે દેશ વિરોધી પ્રદર્શનકારીઓ સાથે વાત કરતા ઐયરે હિંસાત્મક વલણ અપનાવ્યું અને કહ્યું કે, તે પોતે પણ બલિદાન આપવા માટે તૈયાર છે. તેમણે પ્રધાનમંત્રી મોદીજી અને ભાજપને કાતિલ કહ્યા. ‘જે પણ બલિદાન આપવાની જરૂર છે તે માટે હું તૈયાર છું. આપણે જોઈશું કે કોના હાથ મજબૂત છે, આપણા અથવા તે હત્યારાઓના..’ ઉગ્રવાદીઓ સમક્ષ ઐયર આવું કહી તેમને ઉશ્કેરતા જોવા મળ્યા. બીજી તરફ ઇસ્લામિક ઉગ્રવાદી ઝાકીર નાઈકનું સમર્થન દિગ્વિજયે કર્યું હતું અને કહ્યું હતું કે, તેને રાજકીય કાવતરું રચી ને મોદી-શાહે ફસાવ્યો છે. દિગ્વિજયે ઝાકિરની એક વાહિયાત ટ્વિટનું પણ સમર્થન કર્યું હતું. અગાઉ આ જ દિગ્વિજયે હાફિઝ સઈદ અને લાદેનની વાહવાહ પણ કરી ચૂક્યા છે.
આવતા મહિને દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાવવા જઈ રહી છે અને વિરોધી પક્ષ રાજધાનીમાં હિંસા અને વિરોધ પ્રદર્શનની તેમની ગંદી રણનીતિ પર ઉતરી ગઈ છે, એવી આશામાં કે આનાથી ભાજપને નુકસાન થશે પરંતુ મણીશંકર અને દિગ્વિજય દ્વારા કરવામાં આવેલી આવી ટિપ્પણીઓ ભાજપને ફાયદો અને કોંગ્રેસને નુકસાન પહોચાડતી આવી છે. વર્ષ ૨૦૧૪ લોકસભા ચૂંટણી પૂર્વે ઐયરે પ્રધાનમંત્રી મોદીજીની ચૂંટણીમાં જીતવાની સંભાવનાને નકારી દીધી હતી અને તેમને અપમાનજનક શબ્દોમાં ચાયવાલા કહ્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ઐયરે નરેન્દ્રભાઈ મોદીને નીચ કહ્યા હતા. મણીશંકર ઐય્યરે જ્યારે-જ્યારે પોતાનું ગંદુ મોં ખોલ્યું છે ત્યારે-ત્યારે ચૂંટણીઓમાં બીજેપીએ સુંદર દેખાવ કરી જીત મેળવી છે.
આ પહેલીવાર નથી જ્યારે મણીશંકર ઐયરે પાકિસ્તાન સાથે સંબંધ રાખ્યો હોય અથવા પાકિસ્તાનથી આવીને ભારતમાં ઝેર ઓક્યું હોય. અગાઉ પણ ઐય્યરે ભારતનાં રાજકીય પક્ષ અને કેન્દ્ર સરકાર – ભાજપને પછાડવા માટે પાકિસ્તાનની મદદ માંગી હતી. અને હવે દિલ્હી વિધાનસભા ચૂટણી નજીક છે ત્યારે તેઓ લાહોરની મુલાકાત લીધા બાદ શાહીન બાગ ખાતે દેશ વિરોધી પ્રદર્શનકારીઓ સાથે મોદી-ભાજપને ગાળો આપી હિંસા ફેલાવવાનાં પ્રત્યનોમાં છે. પાકિસ્તાન સાથે મણીશંકર ઐયર અને તેમના પક્ષના જે સંબંધ છે તેના વિશે તો સૌ કોઈ જાણે જ છે. પહેલા પાકિસ્તાન જવું અને ત્યારબાદ ભારત આવી દેશમાં હિંસા ભડકે તેવા ભાષણ આપવા.. મણીશંકર ઐયરનો આ કારનામો કોંગ્રેસને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બેકફૂટ પર લાવી આપશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપનાં સ્ટાર પ્રચારક દિગ્વિજય અને મણીશંકરે ઐયરનું કમબેક કોંગ્રેસને ક્યાયનું નહીં રાખે, ખાસ તો શાહીન બાગ ખાતેના ઉગ્રવાદી તત્વોને હિંસા કરવા માટે ઐય્યરનાં પ્રોત્સાહનનું પરિણામ એ આવશે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ફક્ત ભાજપનાં નેતાઓ કે કાર્યકર્તાઓ જ નહીં પરંતુ સામાન્ય મતદારો ભાજપની જીત ઈચ્છશે.. ભાજપને સમર્થન આપશે..
