ચેતીજજો! ચાર તબીબ મિત્રોએ ફિયાન્સીને એક બીજા સાથે સ્વાઈપ કરી, એકે કંટાળી સમાજીક અગ્રણી પાસે વ્યથા ઠાલવી

સમાજને શરમમાં મુકે તેવો કિસ્સો સુરતમાં બન્યો હોવાની વિગતો સામે આવી. ચાર તબીબ મિત્રોએ ફિયોન્સીને એક બીજા સાથે સ્વાઈપ કરી હોવાની વિગતો સામે આવતા ભદ્ર સમાજમાં સોંપો પડી ગયો છે. જો કે અંતે એક યુવતીએ કંટાળીને શહેરનાં સમાજીક અગ્રણી પાસે પોતાની વ્યથા ઠાલવી અને સમગ્ર શરમસાર કિસ્સો ઉજાગર થયો.


સમાજ આજે કયા રસ્તા પર જઇ રહ્યો છે તે કહેવું અત્યંત મુશ્કેલ છે, એક વાત ચોક્કસ છે કે રોજબરોજ સામે આવતા અનેક કિસ્સાઓ કહી રહ્યા છે કે સમાજનું સામાજીક સંતુલન જોખમાં તો જોવામાં આવી જ રહ્યુ છે. વિદિત છે કે રોજરોજ કોઇ ને કોઇ જગ્યાએ થી દુષ્કર્મ, ધણી જગ્યાએથી સગીરા અને ધણી જગ્યાએથી તો કુમળી બળકીઓ પર દુષ્કર્મ, લાલચ આપી શારીરિક શોષણ, અરે ભલે સાવકો હોય પણ સાવકા બાપ દ્વારા દિકરીનું શારીરિક શોષણ, લગ્નેતર સબંધો, અનેક વ્યક્તિઓ સાથે વિના ક્ષોભ શારીરિક સબંધ વિગેરે અનેક લાલબત્તી સમાન કિસ્સા સામે આવે જ છે. પરંતુ વાત થઈ રહી છે તે વાઇફ સ્વાઇપિંગ જેવી બાબત તો આ તમામ જઘન્ય અપરાધ કરતા પણ વધુ ઘાતક અને જઘન્ય અપરાધ છે. આમતો વાઇફ સ્વાઇપિંગ અપરાધ કરતા પણ માનસિકતા ગણવી વધારે ઉચ્ચીત છે જે અનેક સામાજીક અપરાધોની પણ ઉપરનું માનસિક હીનતા ધરાવતું વલણ છે.

વાઇફ સ્વાઇપિંગનો એક કિસ્સો હાલમાં જ સુરતમાંથી સામે આવ્યો છે અને જેમાં વિગતો સામે આવી તે જાણીને ખરેખર સમાજ અને સામાજીક સમીકરણો ખતરામાં હોય તેવું કહી શકાય. સુરતમાં ચાર તબીબ મિત્રો, ફરી રિપિટ કરતા...... ચાર તબીબ મિત્રો પોતાની ફિયોન્સીને એક બીજા સાથે સ્વાઈપ કરતા હોવાની વિગતો સામે આવી છે. વાઇફ સ્વાઇપિંગની વિગતો સામે આવતા ભદ્ર સમાજમાં સોંપો પડી ગયો. સામે આવેલ વિગત પ્રમાણે, જો કે ચારમાંથી એક છોકરી જે પણ કદાચ ડોક્ટર જ છે તે  કંટાળી અને યુવતીએ કંટાળીને શહેરનાં પોતાનાં સમાજીક અગ્રણી પાસે પોતાની વ્યથા ઠાલવી. કિસ્સાની વધુ વિગતો ભદ્ર સમાજની આળમાં સામે આવી નથી અને ન આવે તો શારુ ઓવો દુરોગામી અસર ધરાવતો કિસ્સો છે આ તે અહીં ટાંકવું જ રહ્યું.

એક ક્ષણ વિચારો જરા કે, આ કિસ્સો ઉપરોક્ત જઘન્ય અપરાધો કરતા પણ વધુ સંગીન છે કે નહીં. સંગીનતાની ગંભીરતા જોવામાંં આવે તો ઉપરોક્ત અનેક જઘન્ય અપરાધો એક પ્રકારે કાયદાકીય ગુનો છે અને આ ગુનો કરનાર વર્ગમાં મહદઅંશે ઓછું ભણેલા, નાનપણથી અપરાધીક માનસિકતા ધરાવતા અને ગુનાખોરીના રસ્તો વળી ગયેલા લોકો જ વધારે પ્રમાણમાં સામેલ હોય છે. કોઇ વ્યસનનાં કારણે તો કોઇ બીજા કારણે ઉપરોક્ત ગુનામાં સામેલ થાય છે. પરંતુ વાઇફ સ્વાઇપિંગ જેવા કિસ્સામાં હંમેશા સમાજનાં કહેવાતા ભદ્ર લોકો જે ભણેલા અને ઉચ્ચ જીવન ઘોરણ ઘરાવે છે તે જ મહદઅંશે સામેલ હોય છે. જ્યારે સમાજને રાહ ચીંધનારો ભદ્ર વર્ગ આવા સામાજીક દુષણને આગ આપશે તો સમાજની હાલત શું થશે તે વિચારી શકાય. 

વિગતો જે સામે આવી છે તે અપર્યાપ્ત છે અને ચોક્કસ રીતે કહેવું મુશ્કેલ છે તે આ તમામ ચાર મિત્રો અને તેની ફિયોન્સનો આ મામલે શું રોલ છે, પણ એક વાત ચોક્કસ છે કે વાઇફ સ્વાઇપિંગ કરવા માટે તમામ ચાર મિત્રો અને તેની ફિયાન્સને આ મામલો સ્વીકારવા જેટલી માનસિકતા સુઘી લઈ જવામાં તો આવી જ હશે તો જ આ શક્ય બન્યું હોય. અચ્છા તેમા સામેલ છોકરીઓ દ્વારા પણ આવી લાંછન રુપ ક્રિયાને મુક સંમતી મળી જ હશે, ત્યારે આ અમલી થયું. તો વાંક ફક્ત છોકરાવોનો જ નથી અહીં સામેલ છોકરીઓ પણ એટલી જ દોષિ છે જેટલા કામંધ છોકરાએ.

પોતે(કિસ્સામાં સામેલ ચાર તબીબ મિત્રો) વધુ ભણી ગયા હોવાનાં કારણે કદાચ આ પશ્ચિમી બદીઓને આસાનીથી ટ્રેન્ડ છે કે ફેશન છે તેવી હળવી રીતે અપનાવી હોય તેવું પણ બને. સમાજે અહીં પણ ચેતવાનુ છે કારણ કે ભણતરની સાથે ઘડતર આપતા સમાજની ચૂક થઈ માટે આ છોકરા-છોકરીઓ આ રસ્તે વળ્યા. શું સાચું, શું ખોટું ની સમજ જો ભણતર સાથે આપવામાં આવી હોત તો કદાચ આવી ઘટના ન પણ બની હોત, ચારમાંથી એકઆદે તો આમાં વિરોધનો શૂર પુરાવ્યો હોત અને જો કો એકે પણ વિરોધ કર્યો હોત તો વાત આગળ વધી જ નહોત પણ આવું કશું થયું નહીં અને પરિણામ સામે છે. 

અચ્છા જે ખોટું છે તે ખોટું જ છે આજે કદાચ અતી ચમકાટ ધરાવતો કાચનો ટુકડો હીરો લાગે પણ સમય તેની સાચી પરખ આપી જ દે છે અને તેવી જ રીતે એક છોકરીએ અંતે આ બદીની હિંમત કરી અને પોતાનાં સમાજના અગ્રણીને જાણ કરી. જણે જાણ કરી તેણે ભલે ભૂલ કરી જ છે પણ ભૂલને રોકવાની અને સુધારવાની કોશિશ કરી તે સરાહનીય છે. પરંતુ સમાજે આ કિસ્સામાંથી અત્યારે જ શીખ લેવી જોશે નહીંતર કાલે રડવાનો વારો આવશે જ આવશે.