1 મે, “ગુજરાત ગૌરવ દિવસ” તરીખે કેમ ઉજવાય છે ? કોણ હતું જે ઇચ્છતું હતું કે મુંબઇ મહારાષ્ટ્રનો ભાગ નહીં પણ સ્વતંત્ર કેન્દ્રશાસિત પ્રદેશ જ રહે.

બૃહદ મુંબઇ રાજ્યનું વિભાજન અને ગુજરાત – મહારાષ્ટ્ર રાજ્યને સ્વતંત્ર રાજ્યનો દરજજો તો આપવામાં આવ્યો, મુંબઇ મહારાષ્ટ્રમાં સમાવવામાં આવ્યું. પણ કોણ હતું જે ઇચ્છતું હતું કે મુંબઇ મહારાષ્ટ્રનો ભાગ નહીં પણ સ્વતંત્ર કેન્દ્રશાસિત પ્રદેશ જ રહે.



ગુજરાતે આજે 64 પૂર્ણ કરી 65માં વર્ષમાં પ્રવેશ કર્યો. કાળાંતરની દ્રષ્ટિએ ગુજરાત આમ તો વયો વૃધ્ધતાનો દરજ્જો પામી ગયું છે. નજીકના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો 1 મે 1960ના દિવસે દ્વીભાષી રાજ્ય એવા “બૃહદ મુંબઈ” માંથી ભાષાનાં આધારે ઉત્તર ભાગનાં ગુજરાતી બોલતા લોકો માટે ગુજરાત અને દક્ષિણ ભાગનાં મરાઠી બોલતા લોકો માટે મહારાષ્ટ્ર રાજ્યની રચનાને તત્કાલીન ભારત સરકાર દ્વારા 'સ્ટેટ રીઓર્ગેનાઈઝેશન એક્ટ-1956'ના આધારે મંજૂરીની મહોર મારવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગનાં દેશી રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઇ.સ. 1956ના વર્ષમાં તત્કાલીન ભારત સરકાર દ્વારા વહિવટી સાનુકૂળતાને ધ્યાનમાં રાખી મુંબઈ રાજ્યનો વિસ્તાર કરવામાં આવ્યો અને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો મુંબઇ રાજ્યમાં ઉમેરતા “બૃહદ મુંબઇ” રાજ્ય તેવું નામ અપવામાં આવ્યું. સમયાંતરે અને ખાસ કરીને મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠ પ્રદેશ માટે કરવામાં આવેલ આંદોલનોનાં કારણે અંતે ભારત સરકાર દ્વારા બૃહદ મુંબઇ રાજ્યને બે ભાગમાં વહેચી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યને 1 મે, 1960 ના રોજ બે અલગ અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો.

ઇતિહાસ એવુ આલેખન કરે છે કે આ વિભાજન એટલે કે બૃહદ મુંબઇને ગુજરાતીઓનાં ગુજરાત અને મરાઠીઓનાં મહારાષ્ટ્રમાં વિભાજીત કરવાનાં સંપૂર્ણ વિરાધમાં તો નહી પણ મુંબઇને મહારાષ્ટ્રનો ભાગ નહીં બનાવી અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે વિભાજીત કરવાની ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા તરફેણ કરવામાં આવી હતી. જો કે, આવું કરવા પાછળ તત્કાલીન વડાપ્રધાન દ્વારા તર્ક સંગત કારણ પણ આપવામાં આવ્યું હતું અને તે એવુ હતું કે મુંબઇ દેશનું આર્થિક પાટનગર લેખવામાં આવતું હોવાને કારણે મુંબઇને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીખે વિભાજીત કરવામાં આવે. લાંબી દલીલો, વિચારણા અને વિરોધના ભાવી સ્વરોને ધ્યાનમાં રાખી અંતે મુંબઇ મહારાષ્ટ્રનું અભિન્ન અંગ રહ્યું અને 1 મે, 1960ના રોજ દ્વીભાષી મુંબઈ રાજ્યમાંથી ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની રચને 'સ્ટેટ રીઓર્ગેનાઈઝેશન એક્ટ-1956'ના આધારે સરકાર દ્વારા લીલી ઝંડી આપવામાં આવી.

1 મે, 1960ના રોજ ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો આલા દરજ્જો મળ્યો માટે જ ગુજરાત સરકાર દ્રારા  1 મે નાં દિવસ ને “ગુજરાત ગૌરવ દિવસ” તરીકે ઘોષિત કરવામા આવ્યો અને પ્રતિ વર્ષ ગુજરાત પોતાનો સ્થાપના દિવસ રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ વિધિ સાથે ઉજવે છે.